59માં ગણતંત્ર દિને વચનો ન મળે એટલે બસ..
લગભગ 100 વર્ષથી ગુલામીના ખપ્પરમાં ફસાયેલા ભારતને તેના સુપુતોએ પોતાનું લોહી વહાવીને
સન 1947ની 15મી ઓગસ્ટના રોજ ભારત બ્રિટિશરોના હાથમાંથી આઝાદ કર્યું. આઝાદીના બે વર્ષ બાદ એટલે કે 1949ની 26મી નવેમ્બરના રોજ બંધારણની રચના કરવામાં આવી અને આજથી લગભગ 59 વર્ષ પહેલા એટલે કે સન 1950ની 26મી જાન્યુઆરીના રોજ ભારતીય બંધારણનો અમલ કરવામાં આવ્યો. દેશનું બંધારણ અમલમાં આવતા સરકાર દ્વારા તેને પ્રજાસત્તાક દિન જાહેર કરાયો અને ત્યારથી આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી આવતા જ રાજકારણીઓ મોજમાં આવી જશે અને અન્ય નેતા કરતા સારુ પ્રવચન તૈયાર કરાવવાના કામમાં લાગી ગયા હશે. જ્યારે એવા કેટલાય પરિવાર હશે જે એમ કહેતા હશે કે આ ગણતંત્ર દિને પોકળ વચનો ન મળે એટલે બસ.
હર સાલની જેમ આ વર્ષે પણ 26મી જાન્યુઆરીના રોજ દેશના દરેક ખુણામાં દેશવાસીઓ પુરા દિલથી આ દિવસની ઉજવણી કરવા પોતાના તમામ કામ નેવે મુકીને દેશભક્તિના રંગમાં રંગાઈ જશે. આ પ્રસંગે તેમની આંખ સામે દેશની આઝાદી અને પોતાની લોકશાહી તથા તેમની માટે જંગ છેડનારા ભારત માતાના વિરલાઓની છબી દોડતી હશે. જ્યારે રાજકારણીઓનાં ખોટા હૃદયમાં લોકોને આ વર્ષે કેટલા ખોટા વચનો આપવા છે તેની યોજનાઓ દોડી રહી હશે.
ભારતના મહાન નેતાઓ મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કરતા વધારે ભારતીયોને મહત્તા આપી. આઝાદી બાદ ભારતને બેઠું કર્યુ. દરેક ભારતીયને પોતાના સમજી તેમને સહાય આપવામાં પાછું વળીને જોયું નથી. આજે એકાદ બે નેતાઓને બાદ કરતા એવા કોઈ રાજકીય નેતા આપણી સમક્ષ નથી કે જે પોતાનું પ્રવચન પણ પોતાની મહેનતથી તૈયાર કરતા હોય. જ્યારે તેમને જ કોઈની સહાયતાની જરુર હોય ત્યારે આપણે સમજી શકીએ કે તેઓ માત્ર પ્રવચન જ કરી શકે. વચનો જ આપી શકે. સહાય આપવાનું કામ તેમનું નથી.
એક તરફ ભારતીય સેનાના લડવૈયા 26મી જાન્યુઆરીના રોજ દેશની રાજધાની દિલ્હી ખાતે પરેડ દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. જ્યારે બીજી રાજકારણીઓ આપવા ખાતર સલામી આપી ફિલ્મ અભિનેતાઓની જેમ કોઈએ તૈયાર કરેલા પ્રવચનને વાંચી જશે અને લોકોને ખોટા વચનો આપશે.
આથી પણ વધું દેશના મહાન નેતાઓ, વિરપુરુષો કે જેમણે દેશને વિદેશીઓના હાથમાંથી છોડાવવા માટે પોતાની જીંદગીનો સોદો કરી નાખ્યો. તેમની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પી પોતે કોઈ મહાન કાર્ય કર્યું હોવાનું માને છે. પણ શું જેમણે લેશમાત્ર સ્વાર્થ વગર શહિદી વ્હોરી તેમને મેડલ આપવા કે પછીદેશની ભોળી જનતાને બતાવવા ખાતર શ્રદ્ધાંજલિ આપવી એજ લોકતંત્ર છે.?
આજે હજું પણ એવા ઘણાય પરિવાર છે કે જેમના વિરલાઓએ પોતાના પરિવાર કરતા દેશની આઝાદીને પ્રાધાન્ય આપ્યું હોવા છતાં દેશના રાજકીય પક્ષો તરફથી હજૂં સુધી સહાય મળી નથી.આજે પણ તે પરિવાર દેશમાં પોતાના જીવનને ટકાવી રાખવા લડી રહ્યું છે. પણ કોણ આ રાજકારણીઓને સમજાવે કે તેમને વચનો નહીં પણ સહાય, એક દરજ્જો જોઈએ છીએ. આજે દેશ માટે પોતે કોઈ મહાન કામ કર્યું હોય તેમ રાજકીય નેતાઓ ભારત રત્ન માટે પોતાના પક્ષના નેતાઓના નામ જણાવી રહ્યા છે. પણ શું તેઓ આ પુરસ્કારના હકદાર છે ખરા. બધાજ જાણીએ છીએ તેમ આ બધું પથ્થર પર પાણી રેડવા સમાન છે. દેશની રાજધાની દિલ્હીમાં ભારતીય સેનાની પરેડને રાષ્ટ્રપતિ સહિતના અગ્રણી નેતાઓ દ્વારા સલામી આપશે. તેમજ દેશ માટે શહિદી વહોરનાર અને દેશની પ્રતિમાને ચાર ચાંદ લગાડનાર વિરલાઓને મેડલ, પુરષ્કાર આપીને સન્માનિત કરાશે.. તેમજ તેમના માટે પ્રાણ સમાન ગણાતા અન્ય લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ભાષણને લોકો સમક્ષ વાંચી જશે. પણ કોણ આ રાજકારણીઓને સમજાવે કે લોકોને તમારા પ્રવચનમાં કે પોકળ વચનોમાં રસ નથી. તમારા કામમાં રસ છે.
જો આ વર્ષે આ નેતાઓ ખોટા વચનો આપવાને બદલે લોકોને સહાય કરે તો સાચા અર્થમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી છે. પણ આપણે જાણીએ છીએ કે આ થવાનું નથી આ વખતે પણ તેઓ માત્ર ફિલ્મી સ્ક્રિપ્ટની જેમ તૈયાર કરવામાં આવેલા પ્રવચનો વાંચી જશે. અને ભોળી પ્રજાના માનસ સાથે રમત રમશે.
Mr WordPress Said:
on January 25, 2008 at 3:28 pm
Hi, this is a comment.
To delete a comment, just log in, and view the posts’ comments, there you will have the option to edit or delete them.