Archive for News

રાષ્ટ્રીય કારોબારીમાં મોદીના ભરપેટ વખાણ

રાષ્ટ્રીય કારોબારીમાં મોદીના ભરપેટ વખાણ

આ કહેવત ખોટી નથી કે ઉગતા સુરજને દરેક નમન કરે છે. આવું જ કંઈક ગુજરાતના સિંહ નરેનદ્ર મોદી સાથે થઈ રહ્યું છે. ગુજરાતમાં મોદી મોજીક કામ કરી જતા નવી દિલ્હી ખાતે મળી રહેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓએ મોદીના ભરપેટ વખાણ કર્યા હતા.
એક સમયે મોદીની ઉપેક્ષા કરનારા રાજનાથ સિંહે પેટ ભરીને આ હમેંશા ઉદય માટે જન્મલેનાર ગુજરાતના સિંહ મોદીના વખાણ કર્યા હતા. તેમણે ત્યાં સુધી કહીં દીધુ હતું કે દરેક મુખ્યમંત્રીઓએ મોદીની જેમ ફરીથી ગાદી પર આવવા તથા વિરોધ પક્ષ પાસેથી સત્તા છીનવવા પ્રયાસ કરવો પડશે.
બધાને ખબર છે કે એક સમયે પક્ષમાં મોદીને લઈને બહુ મોટો વિવાદ થયો હતો. ગુજરાતમાંજ કેટલાક તેમનું અહિત ઈચ્છનારાઓએ તેમની વિરોધ બળવો પોકાર્યો હતો. પરંતુ જેવી મોદીની છડી ગુજરાતમાં ચાલી તે જોતાજ ભાજપે આ ઉગતા સુરજનું પુજન કરવાનું ચાલું કરી દીધું છે. જે ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત છે.